નવેમ્બર ની વહેલી સવાર ની ઠંડક માં સારંગ તિથલ બીચ તરફ મોર્નિંગ વોક માટે જતો હતો.કોરોનાની કેદ થી કંટાળેલો સારંગ મુંબઈ થી થોડાક દિવસ માટે પરીવાર સાથે વેકેશન પસાર કરવા નજીક ના સ્થળ તિથલ પર પસંદગી ઉતારી કારણકે સારંગ એક લેખક હતો અને તિથલ ના શાંત વાતાવરણ માં આરામ અને લેખન બન્ને થઈ જશે એ હેતુ થી આ જગ્યા પસંદ કરી હતી, છોકરા વહેલી સવાર ના આરામ ના મુડ માં હોય એટલે સારંગ સવારના એકલો નીકળી પડતો.પુર્વ માંથી સૂરજ આકાશનું હ્દય ચીરી લાલી પસરાવી રહ્યો હતો, પક્ષીઓની કલબલાટ અને ઠંડી હવાની લહેરખી શરીર માં તાજગી ભરી રહી હતી.આગળ વધતો સારંગ