સ્ટેજ ફિયર

(12)
  • 3.5k
  • 1
  • 1.1k

ધરમપુરની એક શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાનો એવો નિયમ હતો કે દર મહિનાની છેલ્લી તારીખે શાળામાં ભણતાં બાળકોની અંદર રહેલી પ્રતિભા ખીલવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પોતાની આગવી છટાથી પોતાની વકતૃત્વશૈલીને સ્ટેજની આગળ મેદાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ આગળ ઉજાગર કરી રહ્યા હતા. બધા વિદ્યાર્થીઓ પોત-પોતાની સમજણશક્તિ પ્રમાણે નક્કી કરેલા વિષય પર પોતે લખીને લાવ્યાં હતા અને પોતાનું વકતૃત્વ આપી રહ્યાં હતા. હવે પીન્ટુનો વારો હતો. પીન્ટુ ખુબ જ હોશિયાર છોકરો હતો અને એટલે જ