આગે ભી જાને ના તુ - 13

  • 4k
  • 1.3k

પ્રકરણ - ૧૩/તેર ગતાંકમાં વાંચ્યું...... ખીમજી પટેલ દ્વારા સર્પાકાર કમરપટ્ટાનું રહસ્ય તેમજ પોતે જ આમિર અલી હોવાનો એકરાર સાંભળી રતન અને રાજીવ વિધિએ રચેલી વિચિત્ર માયાજાળમાં અટવાઈ ગયા. તરાના ક્યાં અલોપ થઈ હશે, આગળ શું થયું હશે એ જાણવાની તાલાવેલીમાં બંને હજી ખીમજી પટેલની ડેલીએ જ બેસી રહ્યા..... હવે આગળ...... અનન્યા વહેલી સવારે જ પોરબંદરથી વડોદરા આવવા એને લેવા આવેલ માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે નીકળી ગઈ હતી. મનન માલતીમાસીનો નાનો પુત્ર હતો, એમનો મોટો દીકરો કરણ અમેરિકામાં ભણી પરણીને ત્યાં જ સેટ થઈ ગયો હતો. પોરબંદરથી વડોદરા આવતાં રસ્તામાં પથરાયેલી લીલી વનરાજી પર મહોરેલી વસંતની