" હેપ્પી ટીચર્સ ડે.... " આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે. આજે કલ્પેશ ખૂબજ ઉદાસ હતો. જેની ફી બાકી હોય તેનું દરરોજ ક્લાસમાં નામ બોલાતું તેમ તેનું પણ નામ બોલાતું પણ આજે તો હદ થઈ ગઈ હતી પ્રિન્સીપાલ સાહેબે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ " ફી ભરવાની તાકાત ન હોય તો આવી સારી સ્કુલમાં ન ભણાય, સરકારી શાળામાં એડમિશન લઈ લે અને અહીંથી સર્ટીફીકેટ લઈ જા " એમ કહી બરાબર ધમકાવ્યો હતો. કલ્પેશ ધો. 9 માં ભણતો હતો. પ્રિન્સીપાલ સાહેબની આ વાતથી તે ધ્રુજી ઉઠ્યો તેમજ પોતાના ક્લાસમાં આવીને ધ્રુસકે