*એ વેદના* વાર્તા... ભાગ -૨.... ૬-૬-૨૦૨૦આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી..આ વાત છે એક નારીની વેદના..આપણે આગળ નાં ભાગમાં જોયું કે શાલીની રૂપલલના છે.. અને નારોલ ઉભી રહે છે... અને એ નિયમથી ચાલે છે આખા દિવસમાં બે ગ્રાહકો સાથે જ જતી..જોકે એનાં ભાવતાલ નક્કી હતાં એની સ્વચ્છતા અને સુઘડતા અને સાવચેતી પણ એટલી જ રાખતી અને એવો આગ્રહ પણ રાખતી...કોઈ સારો ગ્રાહક મળી જાય તો રૂપિયા વધુ મળી જતાં...આખા દિવસની આવી હાડમારી ભોગવી ઘરે પાછા ફરતી વખતે શાક અને કરિયાણું ખરીદી લાવતી....ઘરે પહોચતાની સાથે ભાવેશ ની સાથે વાતચીત કરી ને એ બાથરૂમમાં ન્હાવા બેસી જતી અને પછી