મૃત્યુનું મધ્યાંતર - 6

(36)
  • 3.6k
  • 2
  • 1.4k

અંતિમ પ્રકરણ- છઠું/૬‘આદિત્ય, આદિત્ય નથી આમાં આદિ. બધું એકલા એકલા જ કરવું છે ? પ્રેમ પણ એકલા અને પુણ્ય પણ એકલા જ ? કંયાક તો મને તારી ભાગીદાર બનવા દે ને આદિ.’ આટલું બોલતા તો ઈશિતા આદિત્યને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી અને પહેલી વાર આદિત્યના આંસુંનો મજબુત બાંધ પણ તૂટી ગયો. હવે ઈશિતાએ તેના મનોબળને વજ્ર જેવું કઠોર કરી નાખ્યું હતું. આદિત્યના આટલો વર્ષોની એકલવ્ય જેવી એકતરફી આરાધનાની ફલશ્રુતિરૂપે માત્ર ઈશિતાના આંસું પર્યાપ્ત નહતા. ચહેરો લૂંછતા ઈશિતાએ પૂછ્યું, ‘આદિ, આટલું કર્યું જ છે તો હવે એક વચન આપ કે, હવે હું જે કહીશ કે કરીશ