રાત્રિનો સમય હતો એ ઉતાવળે ગાડીમાં થી ઉતારીને ઘર તરફ "આજે પણ ઘણું મોડું થઈ ગયું" મનોમન એમ વિચારી નયને પોતાની પાસે રહેલી એકસ્ટ્રા ચાવીથી ઘરના દરવાજાનું લોક ખોલ્યું. જોયું તો નિશિ સુઈ રહી હતી. નયન અને નિશિના લગ્નને હજી એક વર્ષ થયું હતું. નયન પી. આઈ. તરીકે પોલીસ જવાનની ફરજ બજાવતો હતો. એ સ્વભાવે કર્મનિષ્ઠ અને સેવાભાવી. છેલ્લા થોડા દિવસોથી એ ચિંતામાં અને તણાવમાં રેહતો હતો. "નિશિ ઉઠ મારે જવાનું મોડું થાય છે!" એમ કહેતા એ ડયૂટી પર જવાની તૈયારી કરવા લાગ્યો. "તમારે ક્યાં મારી જરૂર છે? તમારે તો ફક્ત એક