નસીબ નો વળાંક - 10

(66)
  • 4.6k
  • 1
  • 2k

આપણે આગળ ના પ્રકરણ માં જોયું કે હવે સુનંદા અને અનુરાધા ને તો જાણે નવો અવતાર મળી ગયો હતો.... પેલા માલધારી દંપતી પણ હવે સંતાન ખોટ વીસરી ગયા હતા... અને બધા જોડે જ નેહડા માં રહેવા લાગ્યા હતા. હવે આગળ, "દુઃખ ની સવાર" આમ હવે સુનંદા અને અનુરાધા સગી દિકરીઓ ની જેમ આ માલધારી દંપતી જોડે રહેવા લાગી હતી. બન્ને ને હવે માં નો ખોળો અને બાપ ની છાતી મળી ગઈ હતી. રાજલ અને દેવાયત પણ હવે સુખે થી બન્ને દિકરીઓ ને લાડકોડ થી રાખતાં અને એમની ઉપર હેત નો વરસાદ વરસાવતા. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા હતાં.