આસ્વાદ પર્વ - 3 - ઇતિહાસ નવી નજરે

  • 3.9k
  • 1.2k

'ઇતિહાસ' - શબ્દ સાંભળતા જ કેટલો કંટાળો આવી ગયો!પણ ના,તમે માનો છો એટલો પણ કંટાળાજનક વિષય નથી.આ એ જ વિષય છે જેને માનવજાતનો દસ્તાવેજ આપણને ધર્યો છે.શાળા અને મહાશાળામાં જે પદ્ધતિએ ઇતિહાસ ભણાવાય છે એ પદ્ધતિ કંટાળા જનક છે એ બેશક વાત છે. સાલવારી અને રાજાઓના વંશવેલાના ગૂંચવાળામાં આપણે ઇતિહાસને બાંધી દીધો છે ને ત્યાં બિચાળો ઇતિહાસ પોતાના ગૌરવ અને સન્માન માટે આપણી સામે ટગર ટગર જોયા કરે છે.ખરેખર ઇતિહાસ નવ્ય દ્રષ્ટિ આપનારો વિષય છે પણ આપણે ઇસવીસન અને આ રાજા પહેલો ને બીજો એમાં એવા ફસાયા છીએ કે મૂળ હેતુ ઇતિહાસનો મરી ગયો છે.આજના યુવાનો ઇતિહાસથી