આસામ મેઘાલય પ્રવાસ - 4

  • 4.4k
  • 2
  • 1.6k

નોર્થ ઇસ્ટ દિવસ 4.આજે શિલોન્ગ થી ચેરાપૂંજી પ્રયાણ કરવાનું હતું અને રસ્તે કેટલાંક સ્થળો જોવાનાં હતાં. 5.30 ના સૂર્યોદય જોઈ ઉભા. રિસોર્ટમાં ચા તો બની ગયેલી. ટોસ્ટ સાથે ચા લઈ એપલ વ. પેક કરાવી 7 વાગ્યે તો નીકળી ગયાં. અમારાથી અમારો નવો ડ્રાઇવર વધુ ઉતાવળમાં હતો. લાંબો, પર્વતીય અને તીવ્ર વળાંકો વાળો રસ્તો અને સ્થળો કવર કરી મંઝીલે પહોંચવાનું.પ્રથમ જવાનું હતું લિવિંગ રૂટ બ્રિજ. આવો જ એક ડબલ ડેકર બ્રિજ છે જ્યાં એક વૃક્ષોથી બનેલો બ્રિજ નીચે, બીજો ઉપર. તે ઘણો લાંબો પહોળો છે તેમ કહેવાય છે. ત્યાં જવા આખો દિવસ જોઈએ અને જઈને 300 પગથિયા વિકટ રસ્તે ઉતરી,1 કીમી જેવો