ફરી મળીશું !!પ્રકરણ - ૯મમ્મીપપ્પા મારી પાછળ તમે કેટલી મહેનત કરી છે એ હું જાણું છું પણ મેં તમારી બધી મહેનત ઉપર પાણી ફેરવી વાળ્યું છે. હું ભણ્યો, ગામની સ્કૂલમાં ભણ્યો ત્યાં સુધી પહેલો નંબર લાવ્યો. તમે શહેરની કોલેજમાં એડમિશન અપાવ્યું. મેં કોલેજ પણ પાસ કરી પણ નાપાસ કર્યા બરાબર. ના સારી નોકરી કરી શક્યો કે ના સારો દીકરો બની શક્યો. ઈશા વિનાની આ જીંદગી અધૂરી લાગવા લાગી છે. ઈશા વિના કેમ જીવવું એ મને નથી આવડતું. મારે આવી જિંદગી નથી જીવવી માટે મેં ગઈકાલે મરવાનો વિચાર કર્યો હતો. આટલું બોલતા બોલતા મારો ચહેરો લાલ થઈ ગયો હતો. મને મારી