પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 6

  • 3.6k
  • 1
  • 1.6k

સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્‌ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે. આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી. સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે.પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે. બન્નેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી. વળી ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી. શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષ,માયા ને પરમાત્મા, વગેરે આ બે શક્તિનાં. તેઓ પરમાર્થદ્રષ્ટિથી એક છતાં પણ, ઘણાં ઘણાં ભિન્ન રૂપ માનેલાં છે. આ બે શક્તિઓ એક એકને પોતાનું કાર્ય કરવાને એટલી બધી અગત્યની છે કે એક વિના બીજી કેવલ નિરુપયોગી થઈ પડે તેમ છે.આ બન્ને શક્તિઓ આમ એક એકને