ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 27

(144)
  • 4.5k
  • 7
  • 2.7k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-27 હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન યાંગ લી દ્વારા પોતાને એક લેડીઝ ટોઇલેટમાં લાવવામાં આવ્યા હોવાથી હુસેની અને રહેમાની બનેલા અર્જુન અને નાયકને અચરજની સાથે અજાણ્યો ડર પણ લાગી રહ્યો હતો છતાં એ બંને પોતાના મનના ઉચાટને છુપાવવામાં સફળ રહ્યાં હતાં. "આ લેડીઝ ટોયલેટ હકીકતમાં લોન્ગ સુધી પહોંચવાનો પ્રવેશદ્વાર છે." આટલું કહી યાંગ લી એ ટોઇલેટમાં મોજુદ ત્રણ વોશબેસીનમાં વચ્ચે આવેલા વોશબેસીનના નળને ઉલટી દિશામાં ઘુમાવ્યો. આમ થતાં જ ત્યાં થોડી ધ્રુજારી થઈ અને વોશબેસીનની સામેની દીવાલ એક તરફ સરકી ગઈ. આ સાથે જ અર્જુન અને નાયકની નજરો સામે એક એવી દુનિયા ઊભરી આવી જેની કલ્પના એ લોકો