ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 24

(163)
  • 5.3k
  • 9
  • 2.9k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-24 ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન હાથમાં એ.કે 47 પકડીને ઊભેલા મિર્ઝા અને અન્ય છ લોકોથી ઘેરાઈ ગયેલા માધવ, નગમા અને નાથન સમજી ચૂક્યા હતાં કે એમનું મોત હવે નજીક આવી ગયું છે. એમાં પણ તાહીરે મારેલાં મુક્કાના લીધે માધવનું જડબું હજી પણ દુઃખી રહ્યું હતું. "કોણ છો તમે?" રુક્ષ સ્વરે નગમા તરફ જોઈને તાહીર બોલ્યો. "અમે કેમ જણાવીએ?" નગમાએ ઉદ્ધતાઈથી કહ્યું. "અમે કોણ છીએ એ જાણીને તમારે શું લેવું છે?" "તમે બે દિવસ પહેલા મોડી રાતે અંસારીના ઘરમાં ગયાં હતાં એ અમને ખબર છે.." મિર્ઝા બોલ્યો. "ત્યાંથી તમને કંઈક વસ્તુઓ મળી હતી જે લઈને તમે બે જણા