ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 23

(152)
  • 4.7k
  • 8
  • 2.9k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-23 ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન મોસાદના ગુપ્તચર નાથનને મળીને બલવિંદરે એને આપેલી ડાયરી મેળવવા નગમા અને માધવ સંપૂર્ણ સજ્જ થઈને રાવલપિંડી આર્મી હોકી સ્ટેડિયમ નજીક આવેલી પિંડીની સૌથી મોટી ચર્ચ તરફ હાલી નીકળ્યા હતાં. જેમની જાણ બહાર લશ્કર એ તોયબાના બે આતંકવાદીઓ મિર્ઝા અને તાહીર એમની કારનો પીછો કરી રહ્યાં હતાં. પોતે અત્યારે બલવિંદરના ઘરની તલાશી લેવા આવેલા યુવક-યુવતીની પાછળ જઈ રહ્યાં છે એ અંગેની જાણકારી મિર્ઝાએ પોતાના બોસ ઈકબાલ મસૂદને આપી દીધી હતી. મસૂદે એમની સહાયતા માટે બીજા માણસો મોકલવાની તૈયારી બતાવતા કહ્યું કે એ લોકો જ્યાં અટકે એ સ્થળનું એડ્રેસ મિર્ઝા તાત્કાલિક મસૂદને મેસેજ કરે