ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-21 અમદાવાદ, ગુજરાત અર્જુન અને નાયક દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી હતી એની ઉપરથી એક વસ્તુ શેખાવતે ખાસ નોંધી હતી, કે ડ્રેગન કિંગ તરીકે ઓળખાતા ચીનના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક જિયોન્ગ લોન્ગ દ્વારા અમદાવાદના જુહાપુરા વિસ્તારની એસ.બી.આઈ બેંકની શાખામાં આવેલા એક અંગત એકાઉન્ટમાં સિત્તેર લાખ રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી. આખરે આ એકાઉન્ટ કોનું છે અને એને જિયોન્ગ લોન્ગ જોડે શું સંબંધ છે એ જાણવા રૉ ચીફ રાજવીર શેખાવત દિલ્હીથી વહેલી સવારની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવવા નીકળી પડ્યા હતાં. શેખાવતે હજુ તો બપોરે બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર પગ જ મૂક્યો હતો ત્યાં એમનાં પર એક