કાળની થપાટ

  • 3.4k
  • 989

"ગુડ ઇવનિંગ લેડીસ એન્ડ જેન્ટલમેન, આજ આ કંપની પટેલ ઇન્ડસ્ટ્રીઝે જ્યારે માર્કેટમાં પાનસો કરોડનું ટર્ન ઓવર કર્યું છે ત્યારે હું ખુશી વ્યક્ત કરતાં આપ સહુની અથાગ મહેનત અને પરિશ્રમને બિરદાવ્યું છું. આજે માર્કેટના પચ્ચીસ ટકા કેપ પર આપણો પગદંડો છે. આ બધું ફક્ત આપના સહયોગ થી જ શક્ય બન્યું છે. કંપની અને હું હંમેશા આપના રુણી છીએ." પટેલ ઇન્ડસ્ટ્રીઝના એમડી કેવિન પટેલ પોતાની સફળતા નો યશ કંપનીના કર્મચારીઓમાં વહેંચી રહ્યા હતાં. આજ એમનું મન સફળતાના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું હતું. પંદર વર્ષ પહેલાં એકલે હાથે આ કંપનીનો પાયો નાખ્યો હતો. આજ એ કંપનીમાં પાંચ હજાર કર્મચારીઓ ત્રણ