આત્મભાનનાં ખેલ – દિવ્યેશ ત્રિવેદી

  • 2.6k
  • 824

લગભગ પાંચેક વર્ષ પહેલાં એ મિત્ર મળ્યા ત્યારે એમના ચહેરા પર ગુસ્સાભરી વેદના હતી. તાજા લગ્ન જીવનમાં પ્રવેશેલા સખળડખળથી તેઓ વ્યથિત હતા. એ વખતે એમની ફરિયાદ અહંના ટકરાવની હતી. તેઓ એવું માનતા હતા કે પત્નીનો અહમ્ લગ્નજીવનને છિન્નભિન્ન કરી રહ્યો છે. બીજી તરફ એમનો ગુસ્સો અને જુસ્સો પણ જેવો તેવો નહોતો. એ વખતે એમણે કહ્યું હતું કે હું એના અહંના ચૂરેચૂરા કરી નાખીશ. એને એટલું ભાન કરાવીશ કે લગ્નજીવનમાં અહંનું કોઈ સ્થાન નથી. હું એને રિયલાઈઝ કરાવીશ કે જો અહમ્ છોડી શકે તેમ ન હોય તો મારો પણ ‘ઈગો’ કંઈ કમ નથી. હમણાં થોડા દિવસ પહેલાં એ જ મિત્ર ફરી