મૃત્યુનું મધ્યાંતર - 5

(19)
  • 3.2k
  • 1
  • 1.3k

પ્રકરણ- પાંચમું/૫‘આદિત્ય કયાંય નથી ગયો.અહીં મુંબઈમાં જ છે એક મહિનાથી.અને ઘરે જ છે.એ સદંતર જુત્ઠું બોલે છે તારી આગળ.’ શ્રુતિએ બદલાયેલા સ્વરમાં જવાબ આપ્યો. ઈશિતાના, આદિત્ય પરના અડગ અને આસ્તિકતાથી ભરપુર વિશ્વાસથી તદ્દન અસંગત શ્રુતિના નિવેદનથી એક પળ માટે ઈશિતાના ધબકારાને થડકો વાગી ગયો.માથાં પર હાથ મુકીને બેસતાં ઈશિતાએ પૂછ્યું,‘આ તું શું બોલે છે, શ્રુતિ ?’ આર યુ શ્યોર ? હું તારા ભાઈ આદિત્યની વાત કરું છું. તને કોઈ મીસઅન્ડરસ્ટેન્ડિંગ તો નથી થતી ને ? ‘ના, સ્હેજે નહીં, હું સભાનપણે, હન્ડ્રેડ પરસન્ટ મારા ભાઈ આદિત્ય પાટીલની જ વાત કરું છું, ઈશિતા.’શ્રુતિએ જવાબ આપ્યો . ઈશિતાના દિમાગની ડગળી ત્રણસોને સાઈંઠ ડીગ્રી એ ફરી