આગળના ભાગમાં આપણે જોયું કે દિશાનું જીવન પરિસ્થિતિઓ પ્રમાણે આગળ વધી રહ્યું છે. દિશાની ઉદાસીમાં એકાંત હવે તેનો સાથ બનવા લાગે છે. વૃદ્ધાશ્રમમાં દર રવિવારે બંને સાથે મળી અને સેવા આપતા. ત્યાંના વડીલો પણ દિશા અને એકાંતના ભાવને સમજી શકે છે પરંતુ તેઓની મજબૂરી જાણીને આ વિષય ઉપર ક્યારેય તેમની સામે ચર્ચા નથી કરતા. બંને સાંજે એક કલાક અગાશીએ એકમેકનો હાથ પકડી અને બેસી જીવનના એ અમૂલ્ય સમયને માણે છે. જોત જોતામાં રુચિના લગ્નનો સમય પણ નજીક આવી જાય છે, તેના સાસુ સસરા પણ લંડનથી આવી પહોંચે છે. દિશા પણ હવે લગ્ન બાદ જ વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કરે છે. એકાંત