દોલું

(12)
  • 2.8k
  • 764

દોલું મલ્હાર મહેતાનો બંગલો આજે રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો હતો.બંગલાની ફરતે મોટી બાઉન્ડ્રીની દીવાલ પર દીવડાઓની હારમાળા શોભી રહી હતી.આજ દિવાળીની રાતે ચારેબાજુ પ્રકાશ પથરાયો હોય તેવી સજાવટ કરેલો બંગલો ખુબ શોભી રહ્યો હતો.આ બંગલાની બાઉન્ડ્રીનો મોટો દરવાજા ખોલી,મંજુલાબેન ઝડપથી રસ્તે ચાલવા લાગ્યા હતા.હાથમાં પ્લાસ્ટીકની થેલી અને તેનામાં રહેલી વસ્તુઓને સંભાળતા તેમણે થેલીને પોતાના હાથ અને છાતી વચ્ચે દબાવી દીધી હતી.કોલોનીના બધા જ બંગલાઓ આજે રોશની અને દીવાના પ્રકાશથી અંધકારને આંબી દુર સુધી પ્રકાશ ફેલાવી રહ્યા હતા.કોલોનીના રસ્તા પર બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ ફટકડાની રમતોમાં મશગુલ હતા.ક્યાંક ફૂલજડીના તણખલા ઉડી રહ્યા હતા, તો