કંઈક તો છે! ભાગ ૧૨

(18)
  • 3.6k
  • 2
  • 1.4k

સુહાની મનોમન દુઃખી થઈ અને વિચારવા લાગી કે "મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું કે શું? રાજનને ખોટું લાગી આવ્યું. બિચારાનો ચહેરો કેવો ઉદાસ થઈ ગયો છે. ખબર નહીં મને શું થઈ જાય છે? પણ હું શું કરું રાજન જ્યારે પણ મારી સાથે વાત કરે છે ત્યારે હંમેશા ઝઘડો જ થઈ જાય છે."સુહાની:- "રાજન..."રાજન કંઈ જ ન બોલ્યો. સુહાની:- "રાજન કંઈ તો બોલ. મને લાગે છે કે મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું."અચાનક જ રાજન ખડખડાટ હસી પડે છે. રાજનને હસતાં જોઈ સુહાનીના દિલને રાહત થઈ. રાજન:- "સુહાની તને શું લાગ્યું કે મને તારી વાતથી ખોટું લાગ્યું હશે."સુહાની:- "નહીં