માગણીના મોલ – દિવ્યેશ ત્રિવેદી

  • 2.8k
  • 764

એ મિત્ર એક અર્ધ-સરકારી નિગમમાં છેલ્લા વીસેક વર્ષથી સારા હોદ્દા પર કામ કરે છે. કામ કરે છે એવું કહેવું બરાબર નથી. એનું કારણ એ છે કે તેઓ યુનિયનના આગેવાન છે અને હવે તો પ્રમુખ બની ગયા છે. જ્યારે જુઓ ત્યારે યુનિયનની જ કોઈક પળોજણ લઈને બેઠા હોય. ક્યારેક કોઈ એકલદોકલ કર્મચારીઓના પ્રશ્ન હોય, ક્યારેક સામૂહિક સમસ્યા હોય, સતત કાંઈને કાંઈ લખાપટ્ટી ચાલતી હોય, અથવા કર્મચારીઓ સાથે કે મેનેજમેન્ટ સાથે મીટીંગ ચાલતી હોય. એકવાર એમની ઓફિસમાં કલાકેક બેસવાનું થયું હતું તો એવું લાગ્યું કે જાણે તેઓ મેનેજમેન્ટ પાસે કોઈક ને કોઈક માગણી જ કરી રહ્યા હોય. કોઈ કર્મચારીને નોકરીમાં પાછો લેવાની