મીરાંનું મોરપંખ - ૪

  • 3.2k
  • 1.6k

આપણે આગળ જોયું કે મીરાંની સગાઈની ચર્ચામાં રાજવીબહેન પહેલીવાર કુમુદને કંઈક સંભળાવે છે. આ વાત પર કુમુદ બહુ નારાજ છે. કુમુદ હવે મીરાંની સગાઈની જ રાહ જુએ છે. મીરાંને રૂમમાં બોલાવીને એની ભાભી સંધ્યાએ હળવેથી જયંતની વાત કરી. એના રૂપ રંગ, લાયકાત, માન મરતબો અને મિલકતના બે મોઢે વખાણ કર્યા. સંધ્યાએ જોયું કે આટલી વાત થયા પછી પણ મીરાં કોઈ જ ઉત્તર નહોતી આપી રહી હતી. એને બધી રીતે ફરી ફરીને પૂછ્યું કે " મીરાં, તારા સપનાનો રાજકુમાર તો ઘડવો પડશે ભગવાને. જો કોઈ દિલમાં વસી ગયો હોય તો એમ કહે. હું જ પપ્પાજીને વાત કરીશ." મીરાંએ કહ્યું