બાણશૈયા - 9

  • 2.6k
  • 956

પ્રકરણઃ ૯ લોહીની સગાઈ અને એથીય પરે ઈશ્વરને પણ ઈર્ષા આવે એટલી હું પપ્પાની લાડકી એ વાત જગજાહેર છે. ‘હું’ દીકરી હોવાનો એમને ક્યારેય ભાર નથી લાગ્યો. એમણે મા અને બાપ બંનેનો પ્રેમ ત્રણેય બહેનોને આપ્યો છે. આમ પણ, મારું માવતર એટલે પપ્પાની વિશાળ છત્રછાયા નીચે હું, માસીમા અને મારી બે બહેનો. આ ચાર સ્તંભ પર ટકેલ મજબૂત, શાનદાર અને સમાજમાં ઉદાહરણ રૂપ ઈમારત એટલે મારું ગૌરવવંતુ પિયર. આમાંથી એક પણ સ્તંભ હાલકડોલક થાય તો મારા માવતરની ઈમારત ડગી જાય. અને, છત્રછાયા રૂપી પપ્પા ઢીલાઢસ થઈ જાય. એમનો જીવ અમારાં ચારમાં જ વસેલો. અમારા ચારના કુંડાળામાં એમનું સમગ્ર વિશ્વ સમાય