બાણશૈયા - 5

  • 3k
  • 1.2k

પ્રકરણ : ૫ મારે રૂદિયે બે કાવ્યો દીકરી જ્યારે પોતાની જનેતાની ‘મા’ બને ત્યારે!!!???- વિચાર માત્રથી રૂંવેરૂંવે કંપારી વ્યાપી જાય. પરતું, એ નિયતી પણ મારા ભાગ્યમાં આલેખાય હતી- ચીતરાય હતી. મારી દીકરી ડૉ. કથક મતલબ મારી વ્હાલુડી, મતલબ મારા આત્માનો પ્રાણઅંશ, મતલબ મારા આત્માની પ્રાર્થના, મતલબ મારા શ્વાસમાં ભરેલ વાંસળીની ફૂંક, મતલબ મારી કાનુડી. જેના નટખટ સ્વભાવથી હું માતૃત્વને ધન્ય પામી છું. જમીને ક્યારેય પણ ડીશ પણ ન ઊંચકી હોય એ દીકરી પર જ્યારે પોતાની મા ની વ્હાલુડીમાંથી એકાએક ‘મા’ થઈને માવજત કરવાની જવાબદારી આવી પડે ત્યારે!? એ દીકરી પર શું વીતી હશે??? એક દીકરીની સાથોસાથ પોતે ડૉકટર હોવાને કારણે