जंजीर

  • 4.5k
  • 1
  • 1.2k

સુમિત અને હિતેશ બન્ને કૉલેજ મિત્રો અચાનક ઘણાં વર્ષો પછી બજારમાં ભેગા થયા હતા. બન્ને એકબીજાને જોઈને ભેટી પડ્યા.બાળપણથી કૉલેજ સુધીનો તમામ સમય યાદ કરતા રહ્યા.છેલ્લે એકબીજાનો લેન્ડલાઇન નંબર શેર કર્યો અને રવિવારે નવરાશના સમયે એકબીજાને ઘરે મળવા આવશે એવું નક્કી કરી ત્યાંથી છુટા પડ્યા. રવિવાર આવતાની સાથે જ હિતેશ એની પત્ની રુચિતા અને દીકરા સોહમને લઈને સુમિતના ઘરે પહોંચી ગયો.ત્યાં સુમિતની પત્નિએ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યુ. રુચિતા નાસ્તો કરતાં કરતાં બોલી "ભાભી,તમારે કેટલા બાળકો છે,કોઈ દેખાતું નથી ? " સુમિતની પત્ની હીનલે જવાબ આપ્યો "એક જ છે,નીરવ......." "હમ્મ,નામ છે એવાજ ગુણ પણ,બોલાવો બહાર ઍને તો મારા