એને કહે જે ....

(14)
  • 3.5k
  • 1
  • 1.4k

રાતનું અંધારું થવામાં હજુ વાર હતી. સુરજ ડૂબી ગયો હતો પરતું તેનો પ્રકાશ હજુ પણ અંધકારને દુર રાખી રહ્યું હતું. સુરજ મુખી નાં ફૂલો હજુ પણ સુરાજ ની સામે જોઈ રહ્યા હતા. ગાર્ડનમાં ચારે બાજુ લગાવેલ અલ અલગ ફૂલો માંથી આવતી સુગંધ વાતાવરણને પ્રફુલ્લિત કરતા હતા. જો કે રાતરાની નો છોડ એની કામગીરી શરુ કરવા માટે નિયત સમયની રાહ જોતો બધા ફૂલો વચ્ચે ઉભો હતો. ત્યાં ફરવા આવતા લોકો માટે થોડાક-થોડાક અંતરે બેંચ લગાવેલ હતી, તે બેંચ પૈકી એક બેંચ ઉપર એક છોકરી આરામથી બેઠી હતી. એ કઈક વિચારમાં ડૂબેલી હોય એવું લાગતું હતું.