અમાસનો અંધકાર - 19

  • 4.2k
  • 3
  • 1.4k

આપણે આગળ જોયું એ મુજબ વીરસંગને શ્યામલી લગ્ન બંધને બંધાઈ ગયા છે. સપ્તપદીના વચને એકમેકના જીવનસાથી બની ગયા છે. હવે આગળ... આખા સમાજ તેમજ કુટુંબીજનોની સાક્ષીમાં બે પ્રેમીપંખીડાએ એકબીજા સાથે ધામધૂમથી સંસારમાં એકબીજાના સાથી બનવાના કાયદેસરના હકને પામી જ લીધા. શ્યામલી તો ખૂબ જ ખુશ હતી. રૂકમણીબાઈ તો બે હાથ જોડી ઊપરવાળાનો આભાર માને છે. એ મનોમન પોતાના પતિને યાદ કરતી અદ્રશ્ય રીતે પણ વીરસંગને શુભ આશિષ આપવા કહે છે. વડીલોના આશીર્વાદ અને ઉતમ ભેટસોગાદોથી નવયુગલ ભાવવિભોર થઈ રહ્યું હતું. હવે બેય પક્ષેથી લેવાતા નિર્ણયોને બન્નેએ માન્ય રાખવા જોઈશે એવા વચન સાથે બન્ને બાજોઠ પરથી ઊભા થઈ આગળ વધે