હું રાહ જોઇશ! - (૨)

  • 3.9k
  • 1.7k

"મને તમારો મોબાઈલ આપશો? એક કોલ કરવો છે."વેદિકા અભયને તેનો મોબાઈલ આપે છે. અભય તેની પાસેથી મોબાઈલ લઈને એક કોલ કરે છે."હેલ્લો દિદુ! હું અભય બોલું છું.""બેટું ક્યાં છે? અમે ક્યારના તારી ચિંતા કરીએ છીએ. પપ્પા ક્યારના તને શોધવા માટે બહાર ગયેલા છે. તું બરાબર તો છે ને?" અભયની મોટી બહેન સાનવી ચિંતિત સ્વરે બોલતી હોય છે."અરે દીદુ. રિલેક્સ! રેલ્વે સ્ટેશન પર હું પડી ગયો હતો તો એક છોકરી મને તેમને ત્યાં સારવાર માટે લઈ આવી. અને મારો મોબાઈલ પણ આ દોડધામમાં ખોવાય ગયો હતો અને હું બેભાન હતો એટલે તમારો સંપર્ક કરી શકાયો ન હતો.""અરે સ્ટેશન પર કેવી રીતે