ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 19

(153)
  • 4.8k
  • 10
  • 2.9k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-19 રાવલપિંડી, પાકિસ્તાન "મોસાદમાં મારો એક જૂનો મિત્ર અત્યારે ચીફ એનાલિસ્ટની પોસ્ટ પર કાર્યરત છે..જેનું નામ એડવર્ડ ફ્રીડમેન." પોતાને નાથન અંગે શું માહિતી મળી હતી એ અંગે જણાવતા રાજવીર શેખાવતે નગમાને કહ્યું. "ફ્રીડમેને મને જણાવ્યું કે નાથન પિંડીમાં ક્યાં અને કયા વેશમાં રહે છે એ જાણવું અશક્ય છે કેમકે એ સતત પોતાની ઓળખ બદલતો રહે છે." "પણ એક જગ્યા છે જ્યાં નાથન દર રવિવારે જાય છે. એ સ્થળ છે પિંડીની સૌથી મોટી ચર્ચ એવી ક્રિસ્ટ ચર્ચ, ત્યાં રવિવારે સવારે યોજાતી પ્રેયરમાં ભાગ લેવા નાથન જતો હોવાની માહિતી મને ફ્રીડમેન જોડેથી મળી છે. આ ઉપરાંત ફ્રીડમેન જોડેથી મળેલો