આઠ વર્ષની ઉંમરે આલ્બર્ટનું "Luitpold Gymnasium School" માં એડમિશન કરવામાં આવ્યું. જે સ્કૂલ હવે "Albert Einstein Gymnasium School" તરીકે ઓળખાય છે. આલ્બર્ટને સ્કૂલ જવું સારું નહોતું લાગતું, તેને લાગતું હતું કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી પણ સેનાનાં સિપાહીઓ જેવી જ હોય છે, કોઈ આઝાદી નહિ. તેને સવાલ કરવું અને વિચારવું પસંદ હતું. કોઈ વિચાર કે બુકમાં લખેલી કોઈ વાત વગર કઈ વિચારે માની લેવી આલ્બર્ટને બિલકુલ પસંદ નહોતું. તેનું માનવું હતું કે પહેલા આપણે કોઈપણ ચીજને સારી રીતે સમજી લેવી જોઈએ, ત્યારબાદ તેનો વિશ્વાસ કરવો જોઈએ. તે જ્યારે પણ પોતાના સવાલો સ્કૂલમાં ટીચરોને પૂછતો તો તેના ટીચરો ઘણીવાર તેનાં સવાલોનાં જવાબ