વુલ્ફ ડાયરીઝ - 47

(33)
  • 3.2k
  • 3
  • 1.4k

“શ્લોક.. તું સેમનું ધ્યાન રાખ. હું જાઉ છું, જેક અને ઈવને શોધવા.” સેમને પોતાના જાદુથી રૂમમાં સુવડાવતા કિમએ કહ્યું. “હું પણ આવીશ.” રોમીએ કહ્યું. “પણ રોમી ત્યાં ખતરો..” કિમ તેને સમજાવા જઈ રહી હતી. “તારે એકલા ના જવું જોઈએ. રોમીને સાથે લઇ જા.” શ્લોકએ ધીમેથી કહ્યું. માથું હલાવી કિમ અને રોમી બધાને શોધવા બહાર નીકળ્યા. “તું સુતી કેટલી સારી લાગે છે. તને યાદ છે જયારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે પણ તું આમ બેભાન જ હતી.” સેમના માથે હાથ ફેરવતા શ્લોકએ કહ્યું. તેને સેમના ઘાવ પર દવા લગાવી. અને ત્યાં જ તેની પાસે બેસી રહ્યો. સાંજ થઇ ગઈ