વુલ્ફ ડાયરીઝ - 43

(31)
  • 3.1k
  • 3
  • 1.3k

બીજા દિવસ સવારે કોલેજમાં પ્રિયા, ક્રિસ અને પંછી કેન્ટીનમાં બેઠા હતા. “સેમ અને રાહુલ ક્યાં છે?” પ્રિયાએ પૂછ્યું. “એ બંને ક્યાંક બહાર ગયા છે.” ક્રિસએ કોફી પીતા કહ્યું. “હાય...” એટલામાં અક્ષય ત્યાં આવ્યો. “મારે લાયબ્રેરીમાં કામ છે. હું જઉં.” કહીને પંછી ઉભી થઈને ચાલવા લાગી. “આ ને શું થયું? જરૂર તે કંઇક કર્યું હશે.” પ્રિયાએ અક્ષય સામે જોયું. “હું જઈને જોઉં.” કહી અક્ષય તેની પાછળ ભાગ્યો. “મને લાગે છે કાલની વાતની જ કોઈ અસર છે આ..” ચિંતામાં ક્રિસએ કહ્યું. “કઈ વાત?” પ્રિયાએ પૂછ્યું. એટલામાં સેમ અને રાહુલ પણ ત્યાં આવી ગયા. ક્રિસ બધી વાત કહી રહ્યો હતો. પંછી લાયબ્રેરીમાં નહોતી.