વુલ્ફ ડાયરીઝ - 41

(27)
  • 3.4k
  • 3
  • 1.4k

અક્ષય પોતાનો શર્ટ ઉતારીને પંછીની પાસે બેઠો અને તેને પોતાની બાહોમાં લઇ લીધી. “પંછી.. આંખો ખોલ..” ચિંતામાં અક્ષયએ કહ્યું. “તું કેટલો ગરમ છે.” અક્ષયની છાતી પર હાથ મુકતા પંછીએ ધીમેથી આંખો ખોલી કહ્યું. “તું ઠીક છે?” તેના માથા પર હાથ ફેરવતા અક્ષયએ કહ્યું. “હવે ઠીક છું. તારી આંખો બહુ ક્યુટ છે.” અક્ષયની આંખોમાં જોતા પંછીએ કહ્યું. “લાગે છે ઠંડી માથા પર ચડી ગઈ છે.” હસીને અક્ષયએ કહ્યું. પંછી એમ જ અક્ષયની બાહોમાં સુઈ ગઈ. અક્ષય આખી રાત તેને જોતો રહ્યો. તે પણ એમ જ સુઈ ગયો. પંછી સવારમાં આળસ ખાતા પલંગ પર બેઠી થઇ. “તું..” જેવું તેનું ધ્યાન બાજુમાં સુતા