“ક્યાં ગયા બંને?” બહાર નીકળીને ક્રિસએ વિચાર્યું. અચાનક તેનું ધ્યાન નીચે પડેલા સમાન પર પડ્યું. “પ્રિયા... શું થયું તને?” નીચે પડેલી પ્રિયાને જોઇને ક્રિસ તેની તરફ દોડ્યો. પ્રિયાના માથા પરથી હજુ પણ લોહી વહી રહ્યું હતું. અહી શું થયું હશે તે સમજતા ક્રિસને વાર ના લાગી. પ્રિયાને પોતાની બાહોમાં ઉઠાવી ક્રિસ તેને રૂમમાં લાવ્યો. તેનું ડ્રેસિંગ કરી તેને સુવડાવી. “હું બધું સરખું કરી દઈશ. હવે હું તારી સાથે છું.” પ્રિયાના કપાળને ચૂમતા ક્રિસએ કહ્યું. સાંજ પડી ગઈ હતી. ક્રિસ આજે જાતે જમવાનું બનાવી રહ્યો હતો. પ્રિયા પણ ઉઠી ગઈ હતી. તેણે અરીસામાં પોતાના ઘાવ જોયા. તેને એ બધું ફરીથી યાદ