તે પછીના દિવસો શાંતિથી સ્કૂલમાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ક્રિસ એની બાઇક લઈને સ્કૂલની બહાર નીકળ્યો. રસ્તામાં તેને ચાલતી જતી પ્રિયા દેખાઈ. “બેસી જા.” હોર્ન મારી પ્રિયાને રોકતા ક્રિસએ બાઇક પર બેસવાનો તેને ઈશારો કર્યો. પ્રિયાને ખબર હતી કે ક્રિસ કેટલો જીદ્દી છે. કઈ પણ બોલ્યા વગર પ્રિયા તેની પાછળ બેસી ગઈ. પ્રિયા ક્રિસની કમરથી સહેજ દૂર પોતાના હાથ રાખીને તેને પકડવાનું નાટક કરી મનમાંને મનમાં ખુશ થઈ રહી હતી. ક્રિસએ અચાનક જ બ્રેક મારી જેથી પ્રિયાએ ક્રિસને પાછળથી બાથ ભરી લીધી. “નીચે ઉતર હમણાં જ..” ગુસ્સાથી બાઇક રોકતા ક્રિસએ કહ્યું. પ્રિયા કંઈ પણ બોલ્યાં વગર માથું ઝુકાવીને