વુલ્ફ ડાયરીઝ - 33

(32)
  • 2.6k
  • 2
  • 1.4k

રાતે બે વાગ્યે પંછીની અચાનક જ ઊંઘ ઊડી ગઈ. તેણે ફરી એ જ સપનું જોયું હતું. પણ આ વખતે તેણે પોતાના કાતીલનો ચહેરો જોયો. એ અક્ષય હતો. “અક્ષય... અક્ષય કેમ મને મારી નાખવા ઈચ્છતો હશે? નહીં, એ એવું ના કરી શકે. તો પછી કેમ આટલા વર્ષો પછી મેં સપનામાં મારા ખૂનીનો ચહેરો જોયો.” પંછીએ બેઠા થતા વિચાર્યું. “હું તારા વિશે વિચારતી હતી કદાચ એટલે તારો ચહેરો દેખાતો હશે. આખો દિવસ ખબર નહિ કેમ મને તારા જ વિચારો આવતા રહે છે અક્ષય. તું જેટલો મારાથી દુર જાય છે મને એટલું જ દુઃખ થાય છે. ખબર નહીં આપણાં વચ્ચે આ કેવો સંબંધ