“શું થયું ભાઈ?” ક્રિસને કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈને રાહુલએ કહ્યું. “મને નથી સમજાતું રાહુલ કે તારા સવાલનો હું શું જવાબ આપું. હું ઈચ્છું છું કે આ બધું જ જે થઈ રહ્યું છે તે એક ખરાબ સપનું હોય અને હું જલ્દીથી એમાંથી બહાર નીકળી જઉં. આ બધું આપણી સાથે જ કેમ થઈ રહ્યું છે?” રાહુલ સામે જોતા ક્રિસએ કહ્યું. “આમા આપણે કઈ પણ કરી શકીએ તેમ નથી ક્રિસ... આપણે આ બધાને હકારાત્મક રીતે પણ તો જોઈ શકીએ છીએ ને?” ક્રિસને સમજાવતા રાહુલએ કહ્યું. “કઈ રીતે હું હકારાત્મક વિચારું? ક્યાં સુધી આપણે ખોટું બોલશું લોકો અને આપણા મિત્રો સામે? પોતાના આ