“શું પ્રિયા તારા અવાજથી હું પકડાઈ ગયો.” હસીને ક્રિસ ઉભો થયો. “સારું કર્યું તે પ્રિયા. આ હરામી મને બેવડી કે છે જો ને..” કહીને પંછી ક્રિસને મારવા લાગી. “તમારા બંને વચ્ચે પ્રિયાને કેમ ઘસેડો છો?” હસીને ત્યાં આવેલા સેમ અને રાહુલએ કહ્યું. “અરે બધા સવાર સવારમાં જ અહી? શું વાત છે? બીજી કોઈ પાર્ટી છે કે શું?” હસીને પંછીએ કહ્યું. “નહિ.. ક્રિસએ ફોન કર્યો હતો એટલે બધા અહી આવ્યા.” સેમએ કહ્યું. “અને તારી ખબર પૂછવા પણ. કેવું છે તને હવે?” પ્રિયાએ પંછીને પૂછ્યું. “મને શું થવાનું હતું? હું ઠીક છું હવે. તમે બધા બેસોને, ઉભા કેમ છો?” પંછીએ કહ્યું. “હા