વુલ્ફ ડાયરીઝ - 28

(30)
  • 2.4k
  • 4
  • 1.3k

“આપણે પાણી પાસે જઈને બેસીએ ચાલને.. મને તે ગમે છે.” તે વ્યક્તિનો હાથ પકડતા પંછીએ કહ્યું. “હા.” પંછીને પકડીને તે પાણી સુધી લાવ્યો. બંને પાણીની નજીક જઈને બેઠા. “મને અહી આમ તારી પાસે બહુ જ સારું લાગે છે.” તેના હાથમાં હાથ પરોવતા પંછી તેના ખભા પર માથું રાખીને બોલી. “તારે હવે ઘરે નથી જવું? તું શું આખી રાત આમ જ બેસી રહીશ?” પંછીના ખભા પર હાથ મુકતા તેને કહ્યું. “નહિ... હું તને મુકીને ક્યાય નહિ જાઉં.. બિલકુલ નહિ..” કહેતા પંછી ઉભી થઇ. તે બિલકુલ નાના બાળકની જેમ જીદ કરી રહી હતી. “હેય પંછી.. ચાલ મારી સાથે.” અચાનક જ બીજી તરફથી