વુલ્ફ ડાયરીઝ - 22

(30)
  • 2.4k
  • 3
  • 1.2k

“એ છોકરી અને તેની એક સાથી, તે બંને કાલે વિમાનમાં પરીક્ષાના સમયે એકલા હશે. જાણવા મળ્યું છે કે કાલે કોઈ સિક્યુરિટી નહિ હોય. તેના ભાઈને મેં પહેલા જ રસ્તામાંથી હટાવી દીધો છે. તો આપણું કામ સહેલું બની શકે છે. પણ હું તેની જવાબદારી ના લઇ શકું.” પર્સીએ એક અંધારા ઓરડામાં બેઠા સેમનો ફોટો બતાવતા કહ્યું. “તને તારી જોઈતી કિંમત મળી જશે. મને બસ એ છોકરી જોઈએ છે.” પોતાની લાલ આંખો બતાવતા કરનએ સેમનો ફોટો હાથમાં લીધો. “મને એક વાત નથી સમજાતી કે, તમારા જેવા શક્તિશાળી વેમ્પાયરને એક પાયલટની શું જરૂર પડી?” શંકાના ભાવ સાથે પર્સીએ પૂછ્યું. “તે કોઈ સાધારણ છોકરી