“શું થયું?” જેકની આંખો ખુલતી જોઇને ઈવએ તેની બાજુમાં બેસતા પૂછ્યું. પણ જેક બસ તેની સામે જોઈ રહ્યો. તેણે કોઈ જવાબ ના આપ્યો. “તને તો બહુ તાવ છે.” જેકના કપાળ પર હાથ મુકતા ઈવએ ગભરાઈને કહ્યું. જેકની આંખો માંડ ખુલી રહી હતી. “તું સુઈ જા.” ઈવએ તેને સુવડાવીને બ્લેન્કેટ ઓઢાડ્યું. અને ઠંડા પાણીના પોતા મુકવાના શરુ કાર્ય. તે થોડી થોડી વારે તેનો તાવ માપી રહી હતી. “તાવ તો ઓછો થઇ રહ્યો છે.” ખુશ થતા ઈવ રસોડામાં ગઈ. “જેક.. આ પી લે.” જેકને બેઠો કરી ગ્લાસ આપતા ઈવએ કહ્યું. “આ શું છે?” એક ઘૂંટડો પીતા જેકએ મોઢું બગડ્યું. “આ ગ્લુકોઝ છે.