વુલ્ફ ડાયરીઝ - 17

(35)
  • 2.8k
  • 3
  • 1.6k

પાર્ટી તો પતી ગઈ હતી, પણ ઘર આખું વિખેરાયેલું પડ્યું હતું. એટલે બધા મળીને તેને સાફ કરી રહ્યા હતા. કિમ બહાર સમાન ગોઠવી રહી હતી. રોમી અને શ્લોક તેની મદદ કરી રહ્યા હતા. જયારે સેમ ઘરમાં કામ કરી રહી હતી. “કિમ... શું હું તને એક વાત પૂછી શકું?” શ્લોકએ ધીમેથી કહ્યું. “હા. બોલને.” કિમએ કામ કરતા કહ્યું. “જેક.. અને ઈવ..? મતલબ મને લાગ્યું કે જેક અને સેમ બંને વચ્ચે કંઇક હતું.. તો ઈવ કઈ રીતે?” શ્લોકએ અચકાતા પૂછ્યું. કિમ જોર જોરથી હસવા લાગી. “શું તું પાગલ છે? સેમ અને જેક..? કઈ પણ વિચારે છે તું શ્લોક.” તે હજુ પણ હસી