વુલ્ફ ડાયરીઝ - 12

(29)
  • 3.2k
  • 2
  • 1.7k

સિયાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. તેને ઘરે પાછી લઇ આવ્યા હતા. છતાં પણ તેની હાલત હજુ બહુ નબળી હતી. સહારા સાથે જ તે ઉભી થતી. આ વાતને બે દિવસ થઇ ગયા હતા. તેણે શ્લોક કે રોમી સાથે હજુ સુધી કોઈ વાતચીત કરી નહોતી. શ્લોકએ પણ પ્રયત્ન નહોતો કર્યો. સવારે સિયા ઉઠી ગઈ હતી. નાની તેને જ્યુસ પીવડાવી રહ્યા હતા. “કેવું છે હવે?” ક્રિસએ રૂમમાં આવતા પૂછ્યું. “હું પાણી લઈને આવું.” કહીને નાની બહાર નીકળ્યા. “શું થયું સિયા? બેટા જીવનમાં પ્રેમ જ બધું નથી હોતો. એ તને પ્રેમ નથી કરતો તો પછી તારા રડવાથી કે દુઃખી થવાથી શું એ તને