લાગણી ભીનો અહેસાસ - ભાગ-2

(11)
  • 3k
  • 1.2k

મિત્રો, આગળનાં અંકમાં આપણે જોયું કે તોરલ ગરબા રમવા જાય છે ત્યારે સુજલ અચાનક આવીને મંદિરની પાછળ દોરી જાય છે. મજાક મસ્તી કરતાં કરતાં બંને મેળામાં ફરવા લાગે છે. સુજલ અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક સફળ ડોક્ટર છે. છતાં પણ શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે, કેમ? ચાલો વધુ જાણીએ. સુજલ અને તોરલ મેળામાં આવેલી દુકાન પાસે જાય છે. તોરલ તો ત્યા અલગ અલગ કલરની બંગડીઓ કઢાવીને જોવા લાગે છે. સુજલ પણ તોરલની બંગડી માટે બાળક જેવી અધીરાઈ જોઈ ખુશ થતો હોય છે. વસ્તુઓ લઈને બંને આગળ પાણીપુરીની લારી પર જાય છે. તોરલને પાણીપુરી બહુ