મકાનમાલિક

(20)
  • 3.8k
  • 1
  • 1.1k

મકાનમાલિક નામ સાંભળી એક ક્રુર ચહેરો સામે આવેજે ભાડા માટે બધાને હેરાન કરતો હોય બીજાની તકલીફ ન જોતા બસ પોતાનો ફાયદો જોતો હોય અને પૈસા માટે પોતાના ભાડૂઆત ને રસ્તે રઝળતા મૂકી દે.એક દિવસ પણ ભાડૂ મોડું મળ્યુ તો હાહાકાર મચાવી દે.પણ સિક્કા ની બીજી બાજુ પણ હોય છે જે ઘણાંને ખબર નથી હોતી.વિપુલ એક સારા સ્વભાવ નો કુટુંબપ્રિય વ્યક્તિ જ્યારે પણ જરૂર પડે બધા માટે ખડેપગે હાજર હોય.પતિ પત્ની અને એક છોકરો એવો નાનો પરિવાર આમ બધી રીતે સુખી.પરિવાર નાં ભવિષ્ય ની ચીંતા માટે વિપુલ હંમેશા સજાગ રહેતો અને એના માટે જ પ્લાનીંગ કરી ખોટા ખર્ચાઓ બચાવી બચત કરતો,