થોડી જ વારમાં સિયા અને શ્લોક બંને એક તળાવ પાસે આવી પહોચ્યા. ત્યાં આસપાસ બહુ બધું ઘાસ હતું. એ જગ્યાએ થોડાં લાકડા મુકીને આગ પેટાવી હતી. તેની આસપાસ બે છોકરા અને બે છોકરીઓ બેઠી હતી. રોમી પણ ત્યાં જ હતો. “હેય દોસ્તો. આખરે તું એને અહી લઇ જ આવ્યો.” રોમીએ સિયા અને શ્લોક તરફ આગળ વધતા કહ્યું. શ્લોક અને રોમીની મદદથી સિયા ત્યાં આગ પાસે જઈને બેઠી. “આ અમારી કોલેજના મિત્રો છે. અમારી સાથે ઇન્ટર્ન ડોક્ટર છે. અને દોસ્તો આ છે સિયા. અમારા બંનેની દોસ્ત.” શ્લોકએ બધાની ઓળખાણ કરાવી. સિયા બધા સાથે વાત કરવા લાગી. શ્લોકએ ગિટાર લઈને અચાનક જ