વુલ્ફ ડાયરીઝ - 6

(28)
  • 3.8k
  • 3
  • 1.9k

“બહુ દુઃખે છે?” સિયાની બાજુમાં પડેલા ટેબલ પર બેસતા શ્લોકએ કહ્યું. “એટલું બધું પણ નહિ.” પોતાના પગ તરફ જોતા સિયાએ કહ્યું. “માણસએ આટલું બધું ઉદાસ પણ ના રહેવું જોઈએ. હંમેશા હસતા રહેવું જોઈએ. અને જ્યારે આટલો હેન્ડસમ છોકરો બાજુમાં બેઠો હોય તો તો જરૂર હસવું જોઈએ. આવું પુરાણોમાં લખ્યું છે..” હસતા શ્લોકએ કહ્યું. સિયા શ્લોકની વાત સાંભળીને હસી પડી. “બધી વસ્તુ થવા પાછળ કોઈક કારણ હોય જ છે. અને ભગવાને આપણો લાભ જોઇને જ બધું કર્યું હોય. એટલે બહુ ચિંતા ના કરીશ.” સિયા સામે જોઇને શ્લોકએ તેને દિલાસો આપતા કહ્યું. “આમાં શું લાભ જોયો હશે તેમણે?” પોતાના પગ સામે જોઇને