હું રાહ જોઇશ! - 1

  • 4.1k
  • 1.8k

સવાર સવારમાં ધર્મા વિલા માં એક મીઠો મધુરો અવાજ ગુંજી રહ્યો હતો. વેદિકા તૈયાર થઈને એના મમ્મી પપ્પા ના રૂમ આગળ દરવાજો ખખડાવી ખુબજ મીઠા અવાજમાં બૂમ પાડી રહી હતી."મમ્મી જલ્દી ઉઠ મારો જવાનો ટાઈમ થઇ ગયો છે. મને મોડું થાય છે.""બસ હવે શાંતિ રાખ. કેટલી બૂમો પાડીશ? એક તું જ હસે જે સવાર માં પોતે વહેલી ઊઠીને પોતાની મમ્મી ને જગાડતી હસે." દક્ષાબેન ઊંગરેતા અવાજ માં બોલ્યા કે જે વેદિકાના મમ્મી છે."મમ્મી તને તો ખબર છે ને તારુ અને પપ્પા નું મોઢું જોયા વિના હું ઘરની બહાર નથી જતી. પપ્પા ક્યાં છે? દર વખતે મોડું કરે છે. જલ્દી બોલાવને!""અરે